પ્રાર્થનાની BLESS પદ્ધતિ
પ્રાર્થનાની BLESS પદ્ધતિ પ્રાર્થના કરવાના પાંચ ક્ષેત્રો જણાવે છે, જે મુજબ તમે ગમે તે સમયે જે લોકોને મળો છો તેમના માટે, પરંતુ ખાસ તો ચાલતાં ચાલતાં પ્રાર્થના કરતી વખતે જેમને મળો છો તેમના માટે પ્રાર્થના કરી શકો છો.
તમે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરો છો ત્યારે તકો માટે જાગૃત રહો અને માર્ગમાં મળતા વ્યક્તિઓ કે જૂથો માટે પ્રાર્થના કરવા માટે તેમની પાસેથી પ્રાર્થનાના મુદ્દાઓ જાણો અને ઈશ્વરના આત્મા દ્વારા સંકેતો પ્રાપ્ત કરવા માટે જાગૃત રહો.
તમે એમ કહી શકો કે, “અમે આ સમુદાય માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ, શું આ સમુદાયમાં એવું કંઇ છે, જેને માટે અમે પ્રાર્થના કરી શકીએ?” અથવા એમ કહો કે, “હું આ વિસ્તાર માટે પ્રાર્થના કરું છું. શું તમે એવી કોઇ ખાસ બાબત વિશે જાણો છો, જેના માટે અમારે પ્રાર્થના કરવી જોઇએ?” તેમના પ્રતિભાવો જાણીને તેમની જરૂરિયાતો વિશે પૂછી શકો છો. જો તેઓ તમને તેમની જરૂરિયાતો જણાવે તો ત્યાં જ તેમના માટે પ્રાર્થના કરો. જો પ્રભુ તમને દોરવણી આપે તો તમે બીજી જરૂરિયાતો માટે પણ પ્રાર્થના કરાવી શકો છો.
પ્રાર્થના ના કરવાના પાંચ ક્ષેત્રોને યાદ રાખવા માટે તમે B.L.E.S.S. શબ્દનો ઉપયોગ કરી શકો છો:
- Body (શરીર) - સ્વાસ્થ્ય
- Labor (શ્રમ)–નોકરી અને નાણાકીય બાબતો
- Emotional (ભાવનાત્મક)–નૈતિકતા
- Social (સામાજીક)–(સંબંધો)
- Spiritual (આત્મિક)–ઈશ્વરને વધારે જાણવા અને ઈશ્વરને પ્રેમ કરવો
મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે તમે પ્રાર્થના દ્વારા કાળજી લો છો ત્યારે લોકો તમારો આભાર માને છે.
જો કોઇ વ્યક્તિ ખ્રિસ્તી નથી, તો તમારી પ્રાર્થના આત્મિક વિષયની વાતચીત કરવાનું દ્વાર ખોલશે અને તમારી વાત તથા ઈશ્વરની વાત કહેવાની તક પૂરી પાડશે. તમે તેમને બાઇબલ અભ્યાસનો ભાગ બનવા માટે અથવા તેમના ઘરે તેનું આયોજન કરવા માટે આમંત્રણ આપી શકો છો.
જો વ્યક્તિ ખ્રિસ્તી છે તો તમે તેમને ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવા તમારી સાથે જોડાવાનું આમંત્રણ આપી શકો છો અથવા તેઓ કેવી રીતે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરી શકે છે અને પ્રાર્થનાની B.L.E.S.S પદ્ધતિ દ્વારા વિવિધ ક્ષેત્રો માટે પ્રાર્થના કરીને ઈશ્વરના કુટુંબની વૃદ્ધિ કરવા માટેના સરળ પગલાં શીખવી શકો છો.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- અજાણ્યા લોકોને પ્રાર્થનાનામુદ્દા પૂછવા માટે તમને કેવી બીક લાગે છે? ઈશ્વર તમને શું કહી શકે છે, જેથી તમારી એ બીક દૂર થાય?
- જો તમે કોઇ અજાણ્યા વ્યક્તિ માટે પ્રાર્થના કરવાનું જોખમ ઉઠાવો છો તો કઇ સારી બાબતો થશે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.