ઝુમ તાલીમ
ઝુમ તાલીમ તો પ્રભુ ઈસુના મહાન આદેશનું પાલન કેવી રીતે કરવું અને કેવી રીતે શિષ્યો બનાવવા જેઓ વધારે શિષ્યો બનાવે તે વિશે નાના જૂથો માટે તૈયાર કરવામાં આવેલું શિક્ષણ અને ઓનલાઇન તાલીમ છે.
ઝુમ તાલીમમાં ૧૦ સેશનનો સમાવેશ થાય છે, દરેક સેશનના ૨ કલાક છેઃ
તમારા જૂથમાં વૃદ્ધિ પામતાં શિષ્યો બનાવવાના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા વિડિયો અને ઓડિયો સહાય.
જૂથમાં ચર્ચા કરવાની સહાય દ્વારા જૂથમાં જે શીખવવામાં આવે તે મુજબ વિચાર કરવો.
તમારા જૂથમાં જે શીખવવામાં આવે છે તેને અમલમાં મૂકવાની સરળ તાલીમ.
તમારા જૂથને શીખવા માટે અને અલગ-અલગ સેશનો મધ્યે વૃદ્ધિ પામવા માટે દરેક સેશનોમાં પડકાર આપવામાં આવશે.