ઝુમ તાલીમ વિશે
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ પ્રોજેક્ટના ધ્યેય:
ગ્રીક ભાષામાં ઝુમ શબ્દનો અર્થ છે ખમીર. માથ્થી ૧૩ઃ૩૩માં ઈસુએ કહ્યું છે કે, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્રીએ લઇને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઇ ગયો.” આ વાત આપણને શીખવે છે કે કેવી રીતે સામાન્ય લોકો, સામાન્ય શ્રોતોનો ઉપયોગ કરીને દેવના રાજ્યને માટે અસામાન્ય અસર ઉપજાવી શકે છે. ઝુમનું લક્ષ્ય તો સામાન્ય વિશ્વાસીઓને સુસજ્જ તથા બળવાન કરીને આપણી પેઢીમાં વૃદ્ધિ કરનારા શિષ્યોથી વિશ્વને ભરવાનું છે.
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

ઝુમમાં ૧૦ સેશનોનો સમાવેશ થાય છે, દરેક સેશનના ૨ કલાક છે:
- તમારા જૂથમાં વૃદ્ધિ પામતાં શિષ્યો બનાવવાના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા વિડિયો અને ઓડિયો સહાય.
- જૂથમાં ચર્ચા કરવાની સહાય દ્વારા જૂથમાં જે શીખવવામાં આવે તે મુજબ વિચાર કરવો.
- તમારા જૂથમાં જે શીખવવામાં આવે છે તેને અમલમાં મૂકવાની સરળ તાલીમ.
- તમારા જૂથને શીખવા માટે અને અલગ-અલગ સેશનો મધ્યે વૃદ્ધિ પામવા માટે દરેક સેશનોમાં પડકાર આપવામાં આવશે.

કેવી રીતે શરૂઆત કરવી:
- જો તમે હજુ સુધી લોગ ઇન કર્યું નથી તો કરો
- ૩-૧૧ મિત્રોને આમંત્રણ આપો. તાલીમ અને મહાવરો કરવા માટે ઓછામાં ઓછા ૩-૪ લોકોની જરૂર છે.
- તમારા મિત્રો સાથે એકઠા મળવા સમય નક્કી કરો.
- તમારી પાસે ઇન્ટરનેટની સુવિદ્યા સાથેનું સાધન હોવું જોઇએ.

પ્રથમ સભાની વૈકલ્પિક તૈયારી:
- ઝુમ માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.
- જો તમે ચાહો તો તમારા જૂથના સભ્યોને માટે પ્રતોની પ્રિન્ટ પણ કાઢી શકો છો.
- તમારા જૂથના દરેક સભ્યો વિડિયો જોઇ શકે તે માટે ટી.વી. કે પ્રોજેક્ટર સાથે જોડાણ કરવાની વ્યવસ્થા રાખશો.