ઈસુના અનુયાયી તરીકે આપણે દરરોજ બાઇબલ વાંચન કરવું જોઇએ. વાંચન કરવાની એક સારી માર્ગદર્શિકા તો એ છે કે દર અઠવાડિયે 25-30 અધ્યાય વાંચવા. બાઇબલ વાંચનની S.O.A.P.S. યોજનાનો ઉપયોગ કરવાથી તમને તે વચનોને સમજવા, તેનું પાલન કરવા અને બીજાઓને વધારે જણાવવા માટે મદદરૂપ થશે.

S.O.A.P.S. નો અર્થ છે:

  •     Scripture (વચન): આજે, તમારા માટે કોઈ અર્થપૂર્ણ હોય એવી એક કરતાં વધારે કલમો લખો.
  •     Observation (અવલોકન): તેને સારી રીતે સમજવા માટે તમારા પોતાના શબ્દોમાં તે કલમો અથવા તેના મહત્વના મુદ્દઓ લખો.
  •     Application (લાગુકરણ): આ આજ્ઞાઓનું પાલન કરવાનો શો અર્થ છે તેના વિશે વિચાર કરો.
  •     Prayer (પ્રાર્થના): તમે શું શીખ્યા છો અને કેવી રીતે તેનું આજ્ઞાપાલન કરશો તેના વિશે ઈશ્વર સાથે વાત કરવા એક પ્રાર્થના લખો.
  •     Sharing (વહેંચવું અથવા જણાવવું): તમે જે શીખ્યા છો/લાગુ કર્યું છે તેના વિશે ઈશ્વર કોને જણાવવા માગે છે તે વિશે ઈશ્વરની દોરવણી માગો.

ઈસુના દરેક અનુયાયી જેનો ઉપયોગ કરી શકે એવી બાઇબલ અભ્યાસની અસરકારક પદ્ધતિને શીખવાની અને યાદ રાખવાની આ સરળ રીત છે.

સાંભળો અને સાથે-સાથે વાંચો

મેળવો મફત માર્ગદર્શિકા

અહીં S.O.A.P.S.નું એક ઉદાહરણ પ્રસ્તુત છે:

S – “કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.” યશાયા 55:8-9

O – મનુષ્ય તરીકે હું જે જાણું છું અને જેને હું જાણું છું તે કેવી રીતે કરવું જોઇએ તે માટે હું મર્યાદિત છું. ઈશ્વર કોઇપણ રીતે મર્યાદિત નથી. તે બધું જુએ છે અને જાણે છે. તે સઘળું કરી શકે છે.

A – ઈશ્વર સઘળું જાણે છે અને તેમના માર્ગો શ્રેષ્ઠ છે, તેથી જો હું કોઇ કાર્ય કરવા માટે મારી પોતાની સમજણ પર આધાર રાખવાને બદલે તેમની દોરવણીને અનુસરીશ તો મને વધારે સફળતા મળશે.

P – પ્રભુ, હું જાણતો/જાણતી નથી કે તમને પસંદ પડે એવું અને બીજાઓને મદદરૂપ થાય તેવું સારું જીવન કેવી રીતે જીવવું જોઇએ. મારા વિચારો દુ:ખ ઉપજાવે છે. કૃપા કરીને મને તમારા માર્ગો અને વિચારો શીખવો. તમારી દોરવણીને અનુસરવા માટે તમારો પવિત્ર આત્મા મને દોરો.

S – આ વચનો તથા લાગુકરણને હું મારા મિત્ર સ્ટીવને જણાવીશ, તે પણ મારી જેમ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે, અને તેણે એક મહત્વનો નિર્ણય લેવાની જરૂર છે.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  •     મેં મારા બાઇબલ અભ્યાસના સમય દરમ્યાન ઈશ્વર પાસેથી જે સાંભળ્યું છે તે બીજાઓને જણાવવું મારા માટે કેટલું મહત્વનું છે?
  •     મારા વર્તુળમાં એવા કયા લોકો છે, જેમની સાથે અત્યારે જ હું આ સાધનનો ઉપયોગ કરી શકુ?

તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!

  • તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
  • જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
  • પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
  • વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!

ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

આખી તાલીમ જુઓ


ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.

ઝુમના દર્શન વિશે શીખો

Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress