મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો ઈસુનું અનુસરણ કરતા વ્યક્તિઓ, સામાન્ય મંડળીઓ, સેવાકીય સંસ્થાઓ અને સામાન્ય મંડળીના માળખાઓમાં આગેવાનથી આગેવાન માર્ગદર્શનનો ઉપયોગ કરે છે.

આ જૂથોમાં આગેવાની આપતા અને 3/3જૂથોની શરૂઆત કરતા લોકોનો સમાવેશ થાય છે. તે 3/3 નમૂનાનું અનુસરણ પણ કરે છે અને તમારા વિસ્તારમાં ઈશ્વરના કાર્યના આત્મિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની સામર્થી રીત છે. આ જૂથો3/3 જૂથના માળખાના સમયનો એક જ સમયે ઉપયોગ કરીને વચનો માંથી સેવા માટેના ઈસુના નમૂનાને અનુસરે છે, એકબીજાને પ્રશ્નો પૂછે છે અને પ્રતિસાદ આપે છે. 

ઈસુએ કહ્યું કે – “હું તમને એક નવી આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો છો, તો તેનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”

મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથનો હેતુ તો ઈસુના અનુયાયીઓને પ્રાર્થના, આજ્ઞાપાલન, લાગુકરણ અને જવાબદારીમાં વૃદ્ધિ પામવા માટે મદદરૂપ થાય એવો સરળ નમૂનો પૂરો પાડવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો – “એકબીજા પર પ્રેમ રાખવા.”

સાંભળો અને સાથે-સાથે વાંચો

મેળવો મફત માર્ગદર્શિકા

મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથને આગેવાની આપવાનો સરળ નમૂનો:

ભૂતકાળ તરફ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ]

આ પ્રથમ ત્રીજા ભાગ દરમ્યાન – પ્રાર્થનામાં સમય ગાળો અને જેમ તમે મૂળભૂત 3/3 જૂથમાં કરો છો તેમ કાળજી લો. પછી જૂથના દર્શનને જોવામાં અને આગળના સમર્પણમાં વિશ્વાસુપણાને જોવામાં સમય ગાળો :

તમે ખ્રિસ્તમાં કેટલા સારી રીતે રહો છો? [એટલે કે વચનો, પ્રાર્થના, વિશ્વાસ, આજ્ઞાપાલન અને મહત્વના સંબંધોમાં]?

શું તમારા જૂથે પાછલા સેશન મુજબ કાર્ય માટેની યોજના પૂરી કરી? તેની સમીક્ષા કરો.

ઈશ્વર તરફ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ]

જૂથમાં નીચેના સરળ પ્રશ્નોની ચર્ચા કરો:

  1. ચાર પ્રકારની જમીનની આકૃતિના દરેક ભાગ મુજબ તમે કેવી રીતે કાર્ય કરી રહ્યા છો?
  2. શું સારી રીતે થઇ રહ્યું છે? તમારા સૌથી મોટા પડકારો કયા છે?
  3. તમારા હાલના પેઢીઓ માટેના નક્શાની સમીક્ષા કરો.
  4. કઇ બાબતે તમને પડકાર આપ્યો છે અથવા કઇ બાબત સમજવી તમને કઠિન લાગી?
  5. ઈશ્વર તાજેતરમાં તમને શું બતાવી રહ્યા છે?
  6. પરિપક્વ આગેવાનો કે બીજા સહભાગીઓ વિશે બીજા કોઇ પ્રશ્નો છે?

આગળ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ]

જૂથમાંના દરેકની સાથે શાંત પ્રાર્થનામાં સમય ગાળો અને પવિત્ર આત્મા આ પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે આપવા તે વિશે તમને દોરવણી આપે તે માટે પ્રાર્થના કરો:

  1. ફરીવાર આપણે એકઠા મળીએ તે પહેલાં ઈશ્વર કાર્યો માટેની કઇ યોજનાઓ કે ધ્યેયોનો મહાવરો કરાવવા માગે છે? [તમારા કાર્ય પર ધ્યાન આપવા માટે ચાર પ્રકારની જમીનના સાધનનો ઉપયોગ કરો]
  2. મારા માર્ગદર્શક કે જૂથના બીજા સભ્યો મને આ કાર્યમાં કેવી રીતે મદદરૂપ થઇ શકશે?

અંતે જૂથમાં ઈશ્વરને પ્રાર્થના કરો.

જૂથના દરેક સભ્ય માટે પ્રાર્થના થાય ત્યાં સુધી જૂથ પ્રાર્થના કરે અને જૂથના સભ્યો અલગ-અલગ રીતે જે બીજા લોકો સુધી પહોંચશે તે લોકોના હ્રદયોને પ્રભુ તૈયાર કરે તે માટે પ્રભુને વિનંતી કરો.

પ્રભુ જૂથના દરેક સભ્યને આ સેશનમાં ઈશ્વરે તેમને જે શીખવ્યું છે તેને લાગુ કરવા અને આજ્ઞાપાલન કરવાની હિંમત અને બળ આપે તે માટે પ્રાર્થના કરો. જો પરિપક્વ આગેવાને કોઇ જુવાન આગેવાન માટે ખાસ પ્રાર્થના કરવાની જરૂર છે, તો તેને માટે આ યોગ્ય સમય છે.

આ જૂથો ઘણીવાર દૂર રહીને એકઠા મળે છે, તેથી પ્રભુભોજન કે સમૂહભોજન કરવાનો ભાગ્યે જ સમય મળશે, પરંતુ તેમના સ્વાસ્થ્ય, કુટુંબ કે મિત્રોના ખબર-અંતર પૂછવાનો સમય કાઢો.

તમારી જાતને પ્રશ્ન પૂછો

      મિત્રોના માર્ગદર્શન કરતા જૂથનો આ નમૂનો કેવી રીતે અલગ છે અથવા તો અગાઉ મિત્રોના માર્ગદર્શનનો તમારી શાળા કે કાર્યસ્થળે તમે જેવો અનુભવ કરેલો છે તેની સાથે કેવી રીતે મળતો આવે છે?

તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!

  • તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
  • જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
  • પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
  • વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!

ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

આખી તાલીમ જુઓ


ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.

ઝુમના દર્શન વિશે શીખો

Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress