સેશન 1

ઝુમમાં તમારું સ્વાગત છે
ડાઉનલોડ

આ સેશન માટે તમે ડિજીટલ પી.ડી.એફ. સાથે આગળ વધી શકશો, પરંતુ તમારા જૂથના દરેક વ્યક્તિ પાસે ભવિષ્યનાં સેશનોમાં નોંધની છાપેલી પ્રત હોય તેની ખાતરી કરો.

માર્ગદર્શિકા પુસ્તક ડાઉનલોડ કરો

જૂથમાં પ્રાર્થના (૫ મિનિટ)
પ્રાર્થનાથી શરૂઆત કરો. પવિત્ર આત્મા વગર આત્મિક અંતઃદૃષ્ટિ અને બદલાણ શક્ય નથી. જૂથ તરીકે આ સેશનમાં તમને દોરવણી આપે તે માટે પવિત્ર આત્માને આમંત્રણ આપો.

જુઓ અને ચર્ચા કરો (૧૫ મિનિટ)
જુઓ
પ્રભુ મોટી અસર ઉપજાવવા માટે સરળ કામો કરનારા સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે. પ્રભુ કેવી રીતે કામ કરે છે તે વિશેનો આ વિડિયો જુઓ.
ચર્ચા
જો ઈસુનાં શિષ્યો તેના મહાન આદેશનું પાલન કરે એવી તેની ઇચ્છા હતી તો શા માટે ખૂબ થોડા લોકો શિષ્યો બનાવે છે?

જુઓ અને ચર્ચા કરો (૧૫ મિનિટ)
જુઓ
શિષ્ય એટલે શું? તમે કેવી રીતે શિષ્ય બનાવી શકો? તમે કેવી રીતે ઈસુના શિષ્યને ઈસુએ તેના મહાન આદેશમાં જે કહ્યું છે એમ કરવાનું - તેની બધી આજ્ઞાઓ પાળવાનું શિક્ષણ આપી શકો?
ચર્ચા
  1. જ્યારે તમે મંડળી વિશે વિચાર કરો ત્યારે તમારા મનમાં કયો વિચાર આવે છે?
  2. “સરળ મંડળી” તરીકેના ચિત્ર અને વિડિયોમાં જે જણાવેલ છે તેમાં કયો તફાવત છે?
  3. તમને શું લાગે છે શેની વૃદ્ધિ કરવી સરળ હશે? કેમ?

જુઓ અને ચર્ચા કરો (૧૫ મિનિટ)
જુઓ
આપણે શ્વાસોચ્છવાસ લઇએ છીએ. આપણે જીવતા છીએ. આત્મિક શ્વાસોચ્છવાસ પણ એવો જ છે.
ચર્ચા
  1. શા માટે ઈશ્વરનો અવાજ સાંભળવાનું અને પારખવાનું શીખવું જરૂરી છે?
  2. શું ઈશ્વરનો અવાજ સાંભળવો અને તેનો પ્રતિભાવ આપવો શ્વાસોચ્છવાસ જેવું છે? શા માટે? શા માટે નહિ?

સાંભળો અને સાથે વાંચો (૩ મિનિટ)
વાંચો

S.O.A.P.S. બાઇબલ વાંચન

નિયમિતપણે પ્રભુનો અવાજ સાંભળવો અને પ્રભુ આપણી આસપાસ જે કંઇ કાર્યો કરે છે તેમાં પ્રભુને આધિન થવું એ તો પ્રભુ સાથેના આપણા વ્યક્તિગત સંબંધની ચાવીરૂપ બાબત છે.

તમારી પાસેની ઝુમ માર્ગદર્શિકામાં આપવામાં આવેલ “S.O.A.P.S. બાઇબલ વાંચન” વિભાગ શોધો અને ઓડિયો સાંભળો.

સાંભળો અને સાથે વાંચો (૩ મિનિટ)
વાંચો

જવાબદાર જૂથો

બાઇબલ આપણને કહે છે કે ઈસુના દરેક શિષ્યએ જે કંઇ કર્યું છે, બોલ્યા છે અથવા વિચાર કર્યો છે તેનો હિસાબ આપવો પડશે. જવાબદાર જૂથો તો તેની તૈયારી કરવાનો સારો માર્ગ છે!

તમારી ઝુમ માર્ગદર્શિકામાં “જવાબદાર જૂથો” નો વિભાગ શોધો અને નીચે આપેલ ઓડિયો સાંભળો.

અભ્યાસ (૪૫ મિનિટ)
વિભાજીત થાઓ
એક જ જાતિ (લિંગ)ના બે કે ત્રણ વ્યકિતઓના જૂથમાં વિભાજીત થાઓ.
જણાવો
જવાબદારીને લગતાં પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં ૪૫ મિનિટ ગાળો - “જવાબદાર જૂથો”માં બે યાદી બનાવો ઝુમ માર્ગદર્શિકા.

આગળ જોવું

અભિનંદન! તમે સેશન ૧ પૂરું કર્યું છે.

બીજા સેશનની તૈયારી માટે નીચે આગળનાં પગલાં આપેલ છે.
આધિન થાઓ
બીજી સભા થાય ત્યાં સુધીમાં અત્યારથી S.O.A.P.S. બાઇબલ વાંચનનો અભ્યાસ કરવાની શરૂઆત કરો. માથ્થી ૫-૭ પર ધ્યાન આપો, દિવસમાં ઓછામાં ઓછું એકવાર તેને વાંચો. S.O.A.P.S. પદ્ધતિનો ઉપયોગ કરીને દૈનિક નોંધ તૈયાર કરો.
જણાવો
આ સેશનમાં તમે જે શીખ્યા છો તેનો ઉપયોગ કરીને કોણ જવાબદાર જૂથની શરૂઆત કરશે તે વિશે પ્રભુની દોરવણી પ્રાપ્ત કરવા માટે પ્રભુને વિનંતી કરો. તમે જાઓ તે પહેલા આ વ્યક્તિનું નામ જૂથમાં જણાવો. એક વ્યક્તિને જવાબદારીપૂર્વક જૂથ શરૂ કરવા અને અઠવાડીયામાં તમારી સાથે મળવા વિશે તે વ્યક્તિ સુધી પહોંચો.
પ્રાર્થના કરો
પ્રભુને આધીન થવા અને તમારામાં તથા તમારી આસપાસના લોકોમાં કાર્ય કરવા માટે પ્રભુની સહાય માગવા વિનંતી કરો.
#ઝુમ પ્રોજેક્ટ
તમારા S.O.A.P.S. બાઇબલ અભ્યાસનો ફોટો લઇને સોશિયલ મિડિયામાં શેર કરો.