ચાર પ્રકારની જમીનનું સાધન
ચાર પ્રકારની જમીનનું સાધન એક નિદાન કરતો ચાર્ટ છે, જેનો ઉપયોગ આગેવાનીના જૂથ દ્વારા હાલના પ્રયત્નો અને તેમની આસપાસ ચાલતી રાજ્યની કાર્યપ્રવૃત્તિની સ્થિતિ જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ઈસુએ ઘણીવાર તેમના શિષ્યોને સેવામાંથી પાછા બોલાવીને શાંત સ્થળે લઇ જઇને તેમનું કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે તેની સમીક્ષા કરી હતી. આ સરળ સાધન તમને અને તમારી સાથે કામ કરતા સાથી આગેવાનોને ઈસુની આ પદ્ધતિને અનુસરવા માટે અને તમારા કારભારીપણાના દરેક ભાગ વિશે વાત કરવા માટે મદદરૂપ થશે.
પ્રવૃત્તિ, લોકો અને જૂથોનું વિવિધ પ્રકારની જમીન મુજબ વર્ગીકરણ કરીને મિત્રોનું માર્ગદર્શન કરતા આ સાધનનો ઉપયોગ કરો, અને દરેકને કાર્ય તથા આગળના પગલાં વિશેના પાયાના પ્રશ્નો પૂછો.
ચાર પ્રકારની જમીનનું સાધન
ખાલી જમીન
આ પ્રશ્ન પૂછો: ક્યાં અથવા કોની સાથે [કયા લોકજૂથો સાથે] તમે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ કરવાની યોજના કરી રહ્યા છો?
બી વાવવામાં આવેલી જમીન
આ પ્રશ્ન પૂછો: ક્યાં અથવા કોની સાથે તમે ઈશ્વરના રાજ્યની સુવાર્તા આપી રહ્યા છો? તમે કેવી રીતે આ કાર્ય કરી રહ્યા છો?
વૃદ્ધિ પામતી જમીન
આ પ્રશ્ન પૂછો: તમે કેવી રીતે લોકોને સુસજ્જ કરી રહ્યા છો, અને તેમને આત્મિક, વ્યક્તિગત કે તેમના સ્વાભાવિક માળખાઓમાં વૃદ્ધિ પમાડી રહ્યા છો?
ફસલ આપતી જમીન
આ પ્રશ્ન પૂછો: નવા આત્મિક કુટુંબોનું નિર્માણ [સામાન્ય મંડળીઓ] કેવી રીતે થઇ રહ્યું છે?
ગુણાત્મક વૃદ્ધિ આપતી જમીન
આ પ્રશ્ન પૂછો: તમે કોની સાથે, કેવી રીતે અને ક્યાં વિશ્વાસુ લોકોને ગાળીને સુસજ્જ કરી રહ્યા છો, અને પુન:ઉત્પાદન માટે તેમને જવાબદાર બનાવી રહ્યા છો?
તમારી જાતને પ્રશ્ન પૂછો
- એવા કયા વ્યક્તિઓ છે જેમને મળીને તમે તમારા આ જુસ્સાને જણાવો છો અને આ પ્રશ્નોની સમીક્ષા કરો છો?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.