ઝુમ તાલીમથી શરૂઆત કરો
થોડા મિત્રો ભેગા કરો અથવા હાલના નાના જૂથ સાથે અભ્યાસ શરુ કરો. તમારું પોતાનું તાલીમ જૂથ બનાવો અને તમારી પ્રગતિનું નિરિક્ષણ કરો.
શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે મંડળીની શરૂઆત કેવી રીતે થઇ હતી? શરૂઆતમાં કોઇપણ વ્યક્તિ તેમાં નિપુણ નહોતું. એ જાણીને આશ્ચર્ય થયું? એ સારી વાત છે કે ઈશ્વરની યોજનામાં નિપુણ લોકોની જરૂર નહોતી. ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે. ઈશ્વરે મંડળીની પ્રથમ ચળવળની શરૂઆત કરવા માટે એમ જ કર્યું હતું. અને ઈશ્વર આજે પણ એમ જ કરે છે. પ્રથમ મંડળીએ જગતમાંના સામાન્ય લોકોને ઈસુ વિશેની વાત બીજા લોકોને કહેવા માટે મોકલ્યા હતા. તે મંડળીએ સામાન્ય લોકોને અધિકારીઓ,સેનાપતિઓ,શાસકો અને રાજાઓની આગળ મોકલ્યા હતા. તે મંડળીએ સામાન્ય લોકોને બીમારોને સાજાં કરવા,ભૂખ્યાંઓને જમાડવા,મૂએલાંઓને જીવતા કરવા અને જગતમાંના દરેક લોકોને ઈશ્વરની આજ્ઞાઓ શીખવવા માટે મોકલ્યા હતા. પ્રથમ મંડળીએ જગતને બદલવા માટે સામાન્ય લોકોને મોકલ્યા હતા. અને સામાન્ય લોકોએ એ કાર્ય કર્યું હતું.
અમારું સ્વપ્ન તો ઈસુએ જે કહ્યું છે તે કરવાનું છે – એટલે કે જગતમાંના સામાન્ય લોકોને નાના સાધનોનો ઉપયોગ કરીને ઈશ્વરના રાજ્યની મોટી અસર ઉપજાવવા માટે મદદરૂપ થવાનું છે! ઈસુએ તેમના શિષ્યોને જે છેલ્લી સૂચનાઓ આપી હતી તે સરળ હતી. તેમણે કહ્યું કે – આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઇને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. ઈસુની આજ્ઞા સરળ હતી – શિષ્યો બનાવો.
તે કેવી રીતે કરવું જોઇએ તેના વિશેની ઈસુની સૂચનાઓ સરળ હતી:
શિષ્યો બનાવવાના પગલા કયાં છે?
ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા આપી છે, તેથી તેનો અર્થ એ છે કે ઈસુનું અનુસરણ કરનાર દરેક શિષ્યએ પણ બીજા શિષ્યો કેવી રીતે બનાવવા જોઇએ તે શીખવાની જરૂર છે.
થોડા મિત્રો ભેગા કરો અથવા હાલના નાના જૂથ સાથે અભ્યાસ શરુ કરો. તમારું પોતાનું તાલીમ જૂથ બનાવો અને તમારી પ્રગતિનું નિરિક્ષણ કરો.